મુંદ્રા ખાતે આવેલ નાના કપાયામાં અજાણ્યા ટ્રેઈલર ચાલકે બાઇક ચાલકને  અડફેટે લેતાં સર્જાયું અકસ્માત : એકનું મોત એક ઘાયલ

copy image

ગત દિવસે સાંજના અરસામાં મુંદ્રા ખાતે આવેલ નાના કપાયાના બોરાણા સર્કલ નજીક પ્રાગપર ચાર રસ્તાથી આવતાં અજાણ્યા ટ્રેઈલર ચાલકે બેદરકારીથી પૂરઝડપે ટ્રેઈલર ચલાવી નોકરીની શોધમાં નીકળેલા બાઇક ચાલકને  અડફેટે લેતાં 23 વર્ષીય બી. આર. વિક્રમ ઉપર ટ્રેઈલરનું ટાયર ફરી વળતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું, તેમજ તેના દોસ્ત મયંક બાબુલાલ ઠાકુરને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મુંદરા પોલીસે અજાણ્યા ટ્રેઈલરચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધૂ તપાસ હાથ ધરી છે.