નર્મદા ખાતે આવેલ ગરુડેશ્વરના મોટાપીરીયામાં 17 વર્ષીય બાળકીએ ઝેરી દવા પી જતાં સારવાર દરમીયાન તેનું મોત નીપજયું

Pesticide-poisoning-suicide

copy image

 નર્મદા ખાતે આવેલ ગરુડેશ્વરના મોટાપીરીયામાં 17 વર્ષીય બાળકીએ ઝેરી દવા પી જતાં સારવાર દરમીયાન તેનું મોત નીપજયું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર નર્મદા ખાતે આવેલ ગરુડેશ્વરના મોટાપીરીયા ગામમાં રહેતી 17 વર્ષીય કરિશ્માબેન ઇશ્વરભાઇ કાનજીભાઇ તડવી ગત દિવસે પોતાના ઘરે હતી. તે દરમીયાન  પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે વડોદરા લઈ જવામાં આવેલ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું  હતું. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.