નર્મદા ખાતે આવેલ તિલકવાડામાં 18 વર્ષીય યુવાને ઝેરી દવા ગટગટાવી મોતને ભેટો કર્યો     

copy image

નર્મદા ખાતે આવેલ તિલકવાડાના દેવલિયા ગામમાં 18 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી મુજબ નર્મદા ખાતે આવેલ તિલકવાડાના દેવલિયા ગામના 18 વર્ષીય મહેશભાઈ વસંતભાઈ ભીલ  પોતાના ઘરે હતા, તે દરમીયાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવેલ હતા. તેમજ વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.