ગાધીધામમાં 1.12 લાખની ચોરીમાં ચોરાઉ માલ ખરીદનાર વેપારીને પોલીસે ઝડપી પાડ્યો
copy image

ગાંધીધામમાં રૂા. 1,12,000 ની ચોરીમાં ચોરાઉ માલ ખરીદનાર વેપારીને પોલીસે ઝડપી પાડ્યો છે. મળેલ માહિતી અનુસાર ગાંધીધામ ખાતે આવેલ સપનાનગરમાં ગત તા. 21-2ના ફરિયાદી કુંદન નાથાલાલ મહેશ્વરીના ઘરમાંથી રૂા. 1,12,000ની તસ્કરી થઇ હતી. જે બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરી પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપીએ ગાંધીધામમાં આવેલ સુંદરપુરીમાં સોનીની દુકાન ધરાવતા મહેશ બાબુ ઉર્ફે હીરાલાલ આડેસરાને ચોરાઉ માલ વેચ્યો હોવાની બાબત સામે આવતા પોલીસે ગત દિવસે આ વેપારીની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ આગળની વધુ કાદેસરની કાર્યવાહી હાથ ધરી છે.