બેંકો સાથેની 1.76 કરોડની છેતરપિંડી કરનાર પ્રકરણમાં એક શખ્સ ઝડપાયો

hathkadi

copy image

copy image

જુદ જુદી બેંકોના એટીએમમાં રૂપિયા જમા કરાવવાના બદલે બારોબાર પૈસા ઉપાડી લેવાતાં રૂા. 1,75,67,700ના છેતરપિંડીના પ્રકરણમાં પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર અલગ અલગ  બેંકોના એટીએમમાં રૂપિયા જમા કરાવવાનું કામ કરતી ખાનગી કંપનીના પૂના ખેતા મહેશ્વરી, પ્રભાતસિંહ સુરસિંહ મોરી તેમજ બાબુ બુધા માતંગ  વિરુદ્ધ વસંત અજુ પરમાર દ્વારા ગત તા. 27-7ના અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. ફરીયાદ અનુસાર આ કર્મીઓએ એટીએમના પૈસા જમા કરાવવાના બદલે બારોબાર પચાવી  લીધા હતા. પોલીસે આ કેસમાં બાબુ માતંગને ઝડપી પાડ્યો છે. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.