ભચાઉમાં મહિલા પર અત્યાચાર કરતાં પતિ તેમજ જેઠ વિરુદ્ધ પોલીસ મથકે  ફરિયાદ નોધાઈ

ભચાઉ ખાતે આવેલ સર્વોદય સોસાયટીમાં એક મહિલાને તેના પતિ તેમજ જેઠે લાકડી વડે માર મારતાં મહિલાએ તેના પતિ અને જેઠ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ  હતી. આ અંગે મળેલ માહિતી અનુસાર ભચાઉમાં રહેનાર શાંતિબેન ગઢવી દ્વારા  તેમના પતિ હરિભા નરસંગભા ગઢવી તેમજ જેઠ કરશન નરસંગભા ગઢવી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ  હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી મહિલા પર વહેમ રાખી તેમને શારીરિક અને  માનસિક ત્રાસ આપતો હતો. આ દરમ્યાન ગત તા. 8/9ના રોજ  રાત્રિના અરસામાં તેમના પતિ અને જેઠએ મહિલાના મોઢાં પર રૂમાલ બાંધી ફારિયાદી પર લાકડી અને લોખંડની ટામી વડે હુમલો કરેલ હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે મોરબી ખાતે લઇ જવામાં આવેલ હતા, જ્યાં તેમને અસ્થિભંગ સહિતની ઇજાઓ હોવાનું સામે આવ્યું  હતું. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધું તપાસ આરંભી છે.