ભુજ ખાતે આવેલ માધાપર હાઇવે પર તંગીના કારણે 52 વર્ષીય આધેડે પોતાના જ શરીરે લગાવી આગ

copy image

ભુજ તાલુકાના માધાપર હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલ માથુમા નગરના રોડ પર ગત મંગળવારે બપોરના અરસામાં 52 વર્ષીય આધેડે પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ લગાવી લીધેલ હતી. બનાવની જાણ થતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે મળતી વધુ માહિતી અનુસાર માધાપર નવાવાસમાં રહેતા 52 વર્ષિય વસંતભાઇ પ્રેમજીભાઇ પટેલે આર્થિક તંગીના કારણે પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને પોતાના શરીરે છાંટીને આગ લાગાવી દીધેલ હતી જેના કારણે દાઝી ગયા હતા. જે હાલ સારવાર તળે દાખલ છે.