મુંદ્રા ખાતે આવેલ મોટા કાંડાગરામાથી 2 જુગાર પ્રેમીઓ ઝડપાયા : 4 ફરાર

copy image

  મુંદ્રા ખાતે આવેલ મોટા કાંડાગરામાંથી બે જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે ચાર નાસી છૂટયા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર  ગત રાત્રે મુંદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મુંદ્રા ખાતે આવેલ મોટા કાંડાગરાના મફતનગરમાં રાંદલ માતાના મંદિરની સામે આવેલ જાહેર પ્લોટમાં સ્ટ્રીટલાઇટના અજવાળામાં તીનપત્તી વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા બે શખ્સને 39,700ના મુદ્દામાલ સાથે  પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે પોલીસને જોઇને ચાર ઈશમો નાસી છૂટયા હતા. આ દરોડામાં મુંદરા પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.