નખત્રાણા ખાતે આવેલ વરમસેડાના એક મકાનમાથી 16,800ના શરાબના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

daru2

copy image

નખત્રાણા ખાતે આવેલ વરમસેડામાં મકાનમાથી 16,800નો શરાબ પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા પોલીસે બાતમીના આધારે આ મકાન પર રેઇડ પાડી શરાબની અલગ-અલગ બ્રાન્ડની 48 બોટલ કુલ કિં. રૂા. 16,800ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપ્યો હતો તેમજ માલ આપનાર  મંગવાણાના શખ્સને નામ સામે આવ્યું  છે. આ બાબતે મળેલ માહિતી અનુસાર ગત દિવસે નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમીયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, નખત્રાણા ખાતે આવેલ વરમસેડામાં અમૃતલાલ ઉર્ફે ભીખો પરબત જેપાર નામનો શખ્સ પોતાના ઘરે ગેરકાયદે રીતે શરાબનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કીની કુલ 48 બોટલ કિં. રૂા. 16,800ના મુદ્દામાલ સાથે અમૃતલાલને ઝડપી પાડ્યો હતો. આ અંગે વધુ પૂછતાછ કરતાં આ શરાબનો જથ્થો તેને મંગવાણાનો મયૂર રમેશ ચારણ આપી  ગયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.