ભુજમાં ઉછીના પૈસા મુદે યુવાન પર છરી વડે હુમલો
More Halloween Clip Art Illustrations at http://www.ClipartOf.com

ભુજ શહેરના ભીડ નાકા નજીક મુસાફરખાના પાસે ઉછીના પૈસા પાછા માગવા મુદે યુવાન પર છરીથી હુમલો થયો હતો. ગત રાત્રિના અરસામાં મોહસીન મામદ હુસેન સમા (રહે. મોટાપીર રોડ ભુજ)નજીકથી અસલમ ઈસ્માઈલ ઉર્ફે બાપાડાએ ઉછીના પૈસા માગ્યા હતા. જે ન હોવાનું કહેતાં બાપાડો એકાએક ઉશ્કેરાઈ જઇ હાથમાં રહેલી છરી મોહસીનને મારી દેતાં ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે શખ્સ વિરુદ્ર હુમલા સહિતનો કલમો હેઠળ ફરિયાદ લખાવાઈ હતી.