નખત્રાણા કૈલાસનગરમાંથી ઇસમો બાઇક ચોરી ગયા
ભુજ નખત્રાણા કૈલાસનગરમાં એપાર્ટમેન્ટની પાર્કિંગમાંથી બાઈકની ચોરી થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગત 2/1થી 3/1 દરમ્યાન પરિમલ રજનીકાંત ઠક્કરનું જીજે 06 સીઆર 8079 નંબરનું બાઇક દૂરઆનંદ એપાર્ટમેન્ટ, કૈલાસનગરમાં પાર્ક કર્યું હતું તે દરમ્યાન અજ્ઞાત ઇસમો ચોરી કરી ગયા હતા. ઘટના અંગે પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ હારી છે.