ભુજના ગણેશનગરમાં જુગારધામ પર દરોડો 6 મહિલાઓ ઝડપાઇ
ભુજના ગણેશનગરમાં નાનુંબેન નારાણભાઈ વાધેલાના રહેણાંકના ઘરમાં નાલ ઉધરાવીને જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે સાંજના અરસામાં રેડ પાડી ઈસમ ઘર માલિક નાનુંબેન નારાણભાઈ વાધેલા, પ્રેમિલાબેન નથુભાઈ લોંચા-સુખપર, નાનુબેન ધનજીભાઇ વાધેલા-મહાદેવનગર, રોશનીબેન દિનેશભાઈ સોલંકી રહે ધનશ્યામનગર, મીનાબેન હસમુખભાઈ મિસ્ત્રી-માનકુવા, પ્રભાબેન બચુભાઈ રાજપુત રહે માધાપર સહિત 6 મહિલાઓની અટક કરી 4,300ની રોકડ કબ્જે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.