નખત્રાણા ખાતે આવેલ નિરોણામાથી 2.13 લાખના મુદ્દામાલ સાથે  19 જુગારપ્રેમીઓ ઝડપાયા

copy image

એલસીબી અને નિરોણા પોલીસે નખત્રાણા ખાતે આવેલ નિરોણા ગામના સીમ વિસ્તારમાથી  રોકડ રૂપિયા 1 લાખ સહિત 2,13,500ના મુદ્દામાલ સાથે 19 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ નિરોણા ગામના સીમ વિસ્તારમાથી એલસીબી ટીમ તેમજ નખત્રાણા પોલીસે રોકડ રૂ 1 લાખ સહિત 2,13,500 ના મુદ્દામાલ સાથે 19 જુગાર પ્રેમીઓની અટક કરી હતી. પકડાયેલ જુગારપ્રેમીઓ પાસેથી 1 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.