નખત્રાણાના અંતરિયાળ ગામડાઓ માટે એસટી બસની સુવિધા શરૂ કરવા રજૂઆત કરાઈ
નખત્રાણાના અંતરિયાળ ગામડાઓમાં એસટી બસની સુવીધાના અભાવે લોકોને મુસાફરીમાં મુશ્કેલી થતાં આ ગામડાઓ માટે એસટી બસ શરૂ કરવા અંગે માંગ કરવામાં આવી. આ બાબતે મળતી માહિતી અનુસાર નખત્રાણા તાલુકાનાં અંતરિયાળ ગામડાઓ જેવા કે જિંદાય, દેવસર, લાખિયારવિરા, ચાવડકા એ ચાર ગામના લોકોને વિથોણ કે ભુજ જવા એસટી બસની સુવિધા ન હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરીણામ સ્વરૂપે મૂળ લાખિયારવીરાના હરિદાન ગઢવી દ્વારા વિભાગીય નિયામક સમક્ષ બપોરે બસ શરૂ કરવા માગ કરવામાં આવી હતી.