બિહાર ખાતે આવેલ પટણાનો ગૂમ થયેલો શખ્સ ભુજમાંથી મળી આવ્યો : અઢી દાયકા પશ્ચાત પિતા-પુત્રનું મિલન થયું
બિહાર ખાતે આવેલ પટણાનો ગૂમ થયેલ શખ્સ ભુજમાંથી મળી આવ્યો છે ત્યારે સંસ્થાના પ્રયાસોથી અઢી દાયકા પશ્ચાત પિતા-પુત્રનું મિલન થયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર બિહાર ખાતે આવેલ પટણાનો 30 વર્ષીય રાજ કિશોર નામનો યુવાન ગુમ થયા બાદ રેલવે માર્ગે ભુજ આવી પહોંચ્યો હતો. એક માસ અગાઉ તે ભુજની માનવજ્યોત સંસ્થાના પ્રમોદ મુનવર, રફીક બાવાને ભુજ-માંડવી માર્ગ પરથી મળી આવેલ હતો. સંસ્થા સંચાલિત રામદેવ સેવા આશ્રમ પાલારા ખાતે આ શખ્સને આશ્રય આપી તેની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરવવામાં આવતા તે સ્વસ્થ બન્યો હતો.