1.84 લાખના હર્બલ સીરપના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

copy image

ભુજમાં ટ્રાન્સપોર્ટ દ્વારા આયુર્વેદિક હર્બલ સીરપનો જથ્થો મગાવી કારમાં લઈ જઈ રહ્યા શખ્સને પોલીસે જડપ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણાના વિક્રમસિંહ રાણસિંહ રાઠોડે કચ્છ બહારથી હર્બલ સીરપ વેચાણ માટે મગાવી હોવાની પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી ધરવામાં આવી હતી. આરોપી ઈશમ ભુજમાં કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટમાંથી હર્બલ આયુર્વેદિક સીરપનો જથ્થો મગાવી નખત્રાણા લઈ રહ્યો હતો. મળેલ પૂર્વ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી જી.જે. 18 બી.બી. 8923 નંબરની કારને  અટકાવી તેની તપાસ કરાતા  કારમાંથી આયુર્વેદિક સીરપનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા અંગે કારચાલકને પૂછપરછ કરતાં તે કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો. આ મામલે વધુ પૂછતાછ કરતાં આ જથ્થો મોરબીના બિલાલે આપ્યો હોવાનું તેમજ નખત્રાણાના મહાવીરસિંહ ચમનજી ચૌહાણને આપવાનો હોવાની હકીકત સામે આવી હતી. પોલીસે આરોપીને ઝડપી કુલ કિ. 1.84 લાખની 1239 નંગ બોટલો જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.