અંજાર ખાતે આવેલ વરસામેડીની સોસાયટીમાથી બંધ ઘરના તાળાં તોડી 14 હજારની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ વરસામેડીની નાયશા પાર્ક સોસાયટીના એક બંધ ઘરમાથી રૂા. 14,000ની તસ્કરી થવાની બાબત સામે આવી છે. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ વરસામેડીની નાયશા પાર્ક સોસાયટીના મકાન નંબર 83માં રહેતા તથા લાકડાં લે-વેચનું કામ કરનાર નરેન્દ્રકુમાર સત્યનારાયણ જાંગડી દ્વારા આ મામલે પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી નરેન્દ્રકુમાર સત્યનારાયણ જાંગડી ગત તા. 2/9 ના રોજ પરિવાર સાથે પોતાના વતન હરિયાણા ખાતે ગયેલ હતા. તેઓએ પરત ઘરે આવીને જોતાં તેમના મકાનનાં તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. આરોપી ઈશમો ઘરમાં ઘૂસી તિજોરીમાંથી રોકડ રૂા. 12,000 તથા એક મોબાઇલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાસપોર્ટ વગેરે મળીને કુલ રૂા. 14,000ની મતાની તસ્કરી કરી હતી. પોલીસે આ બાબતે ફરિયાદ નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધારે છે.