અંજાર ખાતે આવેલ નાગલપરમાં પાણીની લાઇનના મામલે શખ્સ  પર ધોકા વડે હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ  મોટી નાગલપરમાં પાણીની લાઇનના મુદ્દે થયેલ મારામારીના બનાવમાં સામા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ અંગે મળેલ માહિતી અનુસાર અંજારના મોટી નાગલપરમાં રહેતા ફરિયાદી દર્શન ધીરુ ચૌહાણ શ્રીજીનગરમાં પાણીની લાઇન અર્થે જેસીબી વડે ખાડો ખોદાવી રહ્યા હતા તે દરમીયાન રમેશ આહીર, હમીર આહીર, કેવલ આહીર અને અનિલ આહીરે ત્યાં આવી કામ બંધ રોકાવ્યું હતું અને બોલાચાલી – ઝઘડો કરી ફરિયાદી ઉપર ધોકા વડે હુમલો કરેલ હતો. આ સમયે ફરિયાદીએ પોતાના ભાઇ નયનને બોલાવતાં તે આવી જતાં તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્ર્સ્ત ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.