રાપર તાલુકાનાં ગેડી ગામના એક મકાનમાથી 30 હજારનો દારૂ પોલીસે જપ્ત કર્યો

copy image

રાપર તાલુકાનાં ગેડી ગામના મકાનમાથી 30 હજારનો દારૂ પોલીસે કબ્જે કર્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર રાપરના ગેડી ગામમાં આવેલ દરબારગઢમાં રહેતો અર્જુનસિંહ હેતુભા વાઘેલા નામનો શખ્સ દારૂ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તેના ઘરે રેઇડ પાડી આ મકાનમાંથી કુલ રૂા. 30,300નો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.