રાપર ખાતે આવેલ ગેડીમાં એક ભૂગર્ભ ટાંકામાંથી 81 હજારનો દારૂ ઝડપાયો
રાપર ખાતે આવેલ ગેડી ગામના એક મકાનના વરંડામાં ભૂગર્ભ ટાંકામાંથી કુલ કિ. 81,800નો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર ગેડી ગામના દરબારગઢમાં રહેનાર અશોકસિંહ બહાદુરસિંહ વાઘેલા નામનો ઈશમ વેચાણ અર્થે પોતાના કબ્જામાં દારૂ રાખેલ હોવાની પૂર્વ બાતમીના આધારે ગત રાત્રે પોલીસે અહીં કાર્યવાહી હાથ ધરી હતી. અહી આવેલ બંધ વરંડાને ધક્કો મારી પોલીસ અંદર પહોંચી હતી. ત્યાં આવેલ ભૂગર્ભ ટાંકાની તપાસ કરાતાં તેમાંથી દારૂ નીકળી પડ્યો હતો. પોલીસે આ સ્થળેથી કુલ રૂા. 81,800નો શરાબ કબ્જે કર્યો હતો. પરંતુ આરોપી પોલીસની પકડમાં આવ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.