નખત્રાણા ખાતે આવેલ મોટા વાલકામાંથી છ જુગારપ્રેમીઓ ઝડપાયા
નખત્રાણા ખાતે આવેલ વાલકામાથી પોલીસે છ જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ મોટા વાલકામાં પૂર્વ દિશા તરફ આવેલ ખુલ્લા મેદાનમાં ગત દિવસે સાંજના અરસામાં ધાણીપાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા છ ઈશમોને રોકડ રૂા. 3450ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.