નખત્રાણા ખાતે આવેલ રવાપરમાંથી  આઠ ખેલીઓને પોલીસે ઝડપી પડ્યા

copy image

નખત્રાણા ખાતે આવેલ રવાપરના નવાવાસમાંથી જુગાર રમતા આઠ શખ્સોની પોલીસે ઝડપી પડ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ રવાપરના નવાવાસમાં ધાણીપાસા વડે જુગાર રમતા ને રોકડા રૂા. 13,470ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.