ભચાઉ ખાતે આવેલ ચોબારીની સીમમાથી 1.39 લાખના મુદામાલ સાથે ચાર ખેલીઓ ઝડપાયા : ચાર ફરાર

jugar-1-2-960x640-1-150x150-1

copy image

ભચાઉ ખાતે આવેલ ચોબારી ગામના સીમ વિસ્તારમાથી પોલીસે 1,39,700ના મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે વધુ ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર ગત દિવસે સાંજના અરસામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, ચોબારીની સીમમાં આવેલા ખેતરમાં ઓરડીની બહાર જાહેર જગ્યામાં  અમુક શખ્સો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને 1,39,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલ જુગારપ્રેમીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.