ગાંધીધામ ખાતે આવેલ ખાનગી શાળાની લિફ્ટમાં વીજશોક લાગતાં 20 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો
copy image

ગાંધીધામ ખાતે આવેલ સેક્ટર-4માં આવેલ ખાનગી શાળાની લિફ્ટમાં વીજશોક લાગતાં 21 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામના સેક્ટર-4 વિસ્તારમાં આવેલ માઉન્ટ કાર્મેલ હાઇસ્કૂલ નામની ખાનગી શાળામાં નવું બાંધકામ ચાલુ છે તેમાં સામાન ઉપર ચડાવવા અને નીચે લઇ આવવા લિફ્ટ બનાવામાં આવેલ છે. જેમાં અનિલકુમાર નામનો શ્રમિક કામ કરી રહ્યો હતો ત્યારે તેને અચાનક વીજશોક લાગતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.