લખપત ખાતે આવેલ ધારેશીમાં છ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી દયાપાર પોલીસ
copy image

લખપત ખાતે આવેલ ધારેશી ગામની સીમમાં આવેલ પાટિયાળી તળાવની નજીક બાવળની ઝાડીઓમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીઓને કુલ 55,850ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પડ્યા હતા. આ અંગે મળેલ માહિતી અનુસાર ગત દિવસે સાંજના અરસામાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીઓને રોકડા રૂા. 10,350 અને સાત મોબાઇલ કિં. રૂા. 12,500 તથા ચાર મોટરસાઇકલ કિં. રૂા. 33,000 એમ કુલે રૂા. 55,850ના મુદ્દામાલ સાથે દયાપર પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ જુગારપ્રેમીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.