માસિક ભાડે મેળવેલી 4 કા૨ બારોબાર વેચીને 78 લાખની ઠગાઈ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામમાં 78 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેતા 33 વર્ષિય યદીપસિંહ પુવાર દ્વારા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર આજથી ત્રણ માસ પૂર્વે ઈનામુલ સીધીએ યદીપસિંહનો સંપર્ક કરી માસિક ભાડાનો કરાર કરી 11 કાર મેળવી હતી. મહિનો વીતી ગયા હોવા છતાં પણ ભાડુ ન મળતા યદીપસિંહ આરોપીને રૂબરૂ મળવા ગયેલ હતો. તે સમયે આરોપીએ 11 કારમાંથી 7 કાર પરત આપી મહિન્દ્રા થાર, વર્ના, અર્ધાંગા અને હોન્ડા સીટી એમ 4 ગાડી પોતાની પાસે રાખી તમામ ગાડીનું ભાડું ચૂકવી દેવાની ખાતરી આપેલ હતી. તે દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું કે ઈનામુલે તેમની ચારે કાર બારોબાર વેચી અને પોતા પૈસા પચાવી ગયેલ છે. જેથી 78 લાખની ઠગાઈ થતાં આ શખ્સ વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.