ગાંધીધામમાં આવેલ સમા પાર્કિંગ વિસ્તારમાં ટ્રેક્ટર નીચે આવી જતાં 38 વર્ષીય શખ્સનું મોત નીપજયું હતું

copy image

 ગાંધીધામમાં આવેલ સમા પાર્કિંગ વિસ્તારમાં ટ્રેક્ટર ચાલુ કરવા જતાં ટ્રેક્ટર નીચે આવી જતાં 38 વર્ષીય શખ્સનું મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામમાં આવેલ સમા પાર્કિંગ વિસ્તારમાં ટ્રેક્ટર ચાલુ કરવા જતાં પોતાના જ ટ્રેક્ટર નીચે આવી જતાં રાજેશ ભેદલાલ પીવાલ નામના યુવાનનું મોત નીપજયું હતું. ગત દિવસે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. ખોડિયાર નગરમાં રહેનાર રાજેશ પીવાલ નામનો  શખ્સ ટ્રેક્ટર નંબર જી.જે.-12-સી.એમ.-0979 લઇને ગાંધીધામમાં આવેલ સમા પાર્કિંગ વિસ્તારમાં ગયેલ હતો, જ્યાં તે વાહનનું એન્જિન ચડાવતો હતો તે નીચે ઊભો રહીને પોતાનો હાથ લાંબો કરી વાહન ચાલુ કરવા સેલ મારતાં અને ટ્રેક્ટર ગીયરમાં હોવાથી તે ચાલુ ગયેલ હતું અને આ વાહન યુવાન પરથી ફરી વળ્યું હતું. આ બનાવમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજયું હતું.