નવસારી એલસીબી ટીમે સુરત જતી કારમાંથી 1 લાખના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

copy image

copy image

નવસારી એલસીબી ટીમે યશફીન હોસ્પિટલ પાસેથી વાપીથી સુરત જતી એક કારમાંથી 1 લાખનો વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેમજ એક શખ્સ નાસી છૂટ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર નવસારી એલસીબીના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે એમજી હેક્ટર કારમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ભરી નવસારીથી સુરત તરફ જનાર છે. આ દરમિયાન પોલીસે વિરાવળ યશીફીન હોસ્પિટલની સામે વિરાવળથી કસ્બા તરફ જવાના જાહેર રોડ પર નાકાબંધી કરેલ હતી. આ રોડ પર બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેની તપાસ કરતાં 1 લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો તેમજ વધુ એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ સહિત સહિત રૂ. 31.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.