અંજારમાથી 55 હજારના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો   

hathkadi

copy image

copy image

અંજારમાથી એક મકાનમાથી કુલ કિ. 55,350ના દારૂ સહિત એક શખ્સને પોલીસે ઝડપી પડ્યો છે. અંજાર ખાતે આવેલ  સોરઠિયા ફળિયા, મોડક ફળિયા પાસે આવેલ મલેકવાડ નજીક એક મકાનમાંથી રૂા. 55,350ના શરાબ સાથે શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ  સોરઠિયા ફળિયા, મોડક ફળિયા પાસે આવેલ મલેકવાડ નજીક એક મકાનમાં એક શખ્સે બહારથી દારૂ મંગાવેલ છે. મળેલ બાતમીના આધારે આજે સવારના અરસામાં પોલીસે તેના કબ્જાના મકાનમાં રેઇડ પાડી તમામ મુદામાલ હસ્તગત કર્યો હતો. મળેલ માહિતી મુજબ આ કાર્યવાહીમાં આરોપીના ઘરમાં ખાખી રંગના બોક્સ જણાયા હતા. જેમાંથી બેગપાઇપર 1000 એમ.એલ.ની 72, મેકડોવેલ્સ નંબર-1ની પ્લાસ્ટિકની 2000 એમ.એલ.ની ત્રણ તથા ડી.એસ.પી. બ્લેક 2000 એમ.એલ.ની ત્રણ એમ કુલ રૂા. 55,350નો અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો.  પકડાયેલા શખ્સ પાસેથી દારૂ સહિત મોબાઇલ અને કુરિયરની ચિઠ્ઠી જેમાં બાલાજી એન્ટરપ્રાઇઝ કુરિયર એન્ડ કાર્ગો અને ઓરિજિન એમ.યુ.એમ. ડેસ્ટિનેશન આદિપુર વગેરે લખેલ હતું જે સમાન જપ્ત કરવામાં આવેલ છે. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.