અંતરજાળમાંથી 3 ખેલીઓને ઝડપી પાડતી આદિપુર પોલીસ
copy image
આદિપુર પોલીસે અંતરજાળમાંથી ત્રણ જુગાર પ્રેમીઓને ઝડપી પાડ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર આદિપુર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અંતરજાળના બસ સ્ટેશન નજીક આવેલ કેબિન આગળ અમુક શખ્સો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી 3 ખેલીઓને રૂ.6,750 રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.