અંજાર ખાતે આવેલ મોટી નાગલપરમાં 2 શખ્સો પર 11 ઈશમો દ્વારા હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

અંજાર ખાતે આવેલ મોટી નાગલપર ગામ પાસે બે સહોદર પર અગિયાર શખ્સોએ  ટામી-ધોકા વડે હુમલો કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં 11 શખ્સો દ્વારા  ટામી-ધોકા વડે હુમલો કરી કારમાં પણ તોડફોડ કરાઈ હતી. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર અંજારમાં રહેતા શંકર ખેતશી મજેઠિયા નામના યુવકને ગત દિવસે બપોરના અરસામાં તેમના ભાણેજ દ્વારા ફોન આવેલ હતો અને સુગારિયાનો નિમેશ જીવા ગુજરિયા નામનો શખ્સ બહેનને મળવા ઘર સુધી આવી પહોંચ્યો હતો, જે મામલે આ બંને વચ્ચે ઝઘડો થયેલ હતો. ત્યાર બાદ નિમેષે ફોન કરી મોટી નાગલપરમાં અરજણભાઇના ઘરે બોલાવેલ છે,  હું ત્યાં જાઉં છું તેમ કહેતાં ફરિયાદી શંકર અને તેનો ભાઇ ભરત આ ઝઘડાનું સમાધાન કરવા નાગલપર જઇ રહ્યા હતા.તેઓની કાર નાગલપરના ગેટ નજીક પહોંચતાં ત્યાં સુગારિયાનો નિમેશ જીવા ગુજરિયા, વિવેક જીવા ગુજરિયા, ભીમા ઉર્ફે રાજેશ રામજી ગુજરિયા તેમજ વધુ સાતથી આઠ અજાણ્યા શખ્સો પોતાના વાહન લઇને ઉભા જોવા મળ્યા હતા. ફરિયાદી અને તેનો ભાઇ કારમાંથી ઉતરતાં આ શખ્સોએ બંને લોખંડની ટામી તથા ધોકા વડે હુમલો કરેલ હતો અને બાદમાં તેમની કારમાં પણ તોડફોડ કરી હતી. બનાવમાં ઇજાગ્રસ્ત ફરિયાદિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.