સાણંદમાં યુવાન સાથે 35 હજારની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

copy image

copy image

સાણંદ ખાતે આવેલ લેખંબા પાસે ફાર્મ રહેતો અને અગાઉ અમદાવાદની એક હોટલમાં નોકરી કરતાં મેનેજર દ્વારા યુવકને મેડીકલના ધંધામાં પૈસાનુ રોકાણ કરવા પ્રોફીટની લાલચ આપ્યા બાદ ઓનલાઈન રૂ.35 હજારની છેતરપિંડી કરી ફોન બંધ કરી દેતા સાણંદ પોલીસ મથકે  ફરિયાદ નોંધાવવામાં આવેલ  છે. આ અંગે મળેલ માહિતી મુજબ સાણંદ ખાતે આવેલ લેખંબા રોડ પર આવેલ એક ફાર્મમાં 19 વર્ષીય ભુરાકુમાર ભેરાજી ગાયરી નામનો યુવાન નોકરી કરે છે. તેની સાથે અમદાવાદની એક હોટલમાં નોકરી કરતાં મેનેજરે મેડીકલના ધંધામાં પૈસાનુ રોકાણ કરવા પ્રોફીટની લાલચ આપી 35 હજાર પડાવી લીધા હતા જે બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.