રાપર ખાતે આવેલ નંદાસરમાં ચોવીસ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
રાપર ખાતે આવેલ નંદાસર ગામમાં ભારે વરસાદના કારણે ટ્રાન્સફોર્મર બળી જતા ગત મંગળવારના દિવસે મોડી સાંજથી વીજ પુરવઠાનો અભાવ જોવા મળ્યો હતો. જેના પરીણામે હાલમાં ચાલી તહેવરોમાં અને તપસ્વીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર રાપરમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેથી નંદાસરના વીજ ટ્રાન્સફોર્મરમા સૉર્ટ સર્કિટના બળી જવાથી વીજ પુરવઠો બંધ થઈ ગયેલ હતો. તેમજ રાપર પીજીવીસીએલ કચેરીમાં પણ અન્ય ટ્રાન્સફોર્મરના અભાવે ગત બુધવારે સવારે ભચાઉથી ટીસી મંગાવીને મોડી સાંજે વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો. તેમજ ગત દિવસે મોડી સાંજે ટીસી ફેલ થઈ જવાના કારણે તાત્કાલિક પીજીવીસીએલને જાણ કરવામાં આવેલ હતી. પરંતુ તે સમયે રાપરમા પણ ટીસી ઉડી જવાના કારણે હાજર ટીસી ત્યાં નાખતા નંદાસર માટે ભચાઉથી મંગાવવામાં આવેલ હતું.