માંડવી ખાતે આવેલ કિસાનપુર માર્ગ પાસે સર્જાયેલ ગોઝારા અકસ્માતે સગા ભાઈ બહેનનો જીવ લીધો
copy image

માંડવી ખાતે આવેલ કિસાનપુર નજીક માર્ગ પર બુલેટ અને બોલેરો વચ્ચે સર્જાયેલ ગોઝારા આકસ્માતે ભાઈ બહેનનો જીવ લીધો. આ અંગે મળેલ માહિતી અનુસાર માંડવી ખાતે આવેલ કિસાનપુર નજીક માર્ગ પર બુલેટ અને બોલેરો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટી ઉનડોઠના બે સગા ભાઈ-બહેનના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં તેમજ બાઈક ચલાવનારા તેમના મામાના દીકરાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જાવામાં આવેલ હતો,
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર બહેનની તબીયત બગડતાં ત્રણેય ભાઈ-બહેન પોતાની મોટરસાઈકલથી ઉનડોઠથી માંડવી દવા લેવા નીકળ્યા હતા, તે દરમીયાન કિસાનપુર નજીક પહોંચતાં જ બોલેરો જીપકાર સાથે તેમની બાઈક ધડાકાભેર ટકરાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં સગા ભાઈ-બહેનના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે મામાના દીકરાને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેને સારવાર માટે માંડવીની ધકાણ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો, તેની હાલત પણ નાજૂક હોવાનું સામે આવ્યું છે.