મુંદરા ખાતે આવેલ વર્ધમાનનગરમાં 4 વર્ષીય બાળા નું ખાડામાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજયું

dead-body-floor-60202053

copy image

મુંદરા ખાતે આવેલ વર્ધમાનનગરમાં 4 વર્ષીય બાળા નું ખાડામાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર મુંદરા ખાતે આવેલ વર્ધમાનનગરમાં 4 વર્ષીય ઉશિકા ઈતેશ વાઘેલા નું ખાડામાં ડૂબી જવાથી મોત થયું હતું જેમાં બાંધકામ સાઈટ ખાતે કામ ચાલી રહ્યું હતું તે દરમીયાન ઈતેશ કરમસિંહ વાઘેલાની ચાર વર્ષીય પુત્રી ઉશિકા રમતાં-રમતાં વરસાદનાં પાણીથી ભરાયેલા ખાડામાં પડી જતાં  પુત્રીની શોધખોળ કરતાં ખાડામાં તેનાં ચંપલ તરતા દેખાયા હતા. તેઓએ તપાસ કરતાં બાળકી તેમાં ડૂબી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.