ભુજ ખાતે આવેલ કુકમામાં 75 વર્ષીય વૃદ્ધે માનસિક બીમારીથી કંટાળી એસિડ ગટગટાવી મોતને ભેટો કર્યો

body-150x150-2

copy image

ભુજ ખાતે આવેલ કુકમા ગામમાં  75 વર્ષીય વૃદ્ધે પોતાની માનસિક બીમારીથી કંટાળી જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. મળેલ માહિતી મુજબ કુકમા ગામમાં રહેતા  75 વર્ષીય વડીલ મનોહરભાઇ લાલજીભાઇ પરમારે પોતાની માનસિક બીમારીથી કંટાળી જઈ એસિડ ગટગટાવી મોતને ભેટો કર્યો હતો. આ અંગે મળેલ માહિતી મુજબ કુકમા ગામની મોટી શેરીમાં રહેતા 75 વર્ષીય વડીલ મનોહરભાઇ લાલજીભાઇ પરમાર છેલ્લા એકાદ માસથી માનસિક બીમારીથી પીડિત હતા. તેઓ પોતાની બીમારીથી કંટાળી જઈ ગત દિવસે બપોરના અરસામાં પોતાનાં ઘરના બાથરૂમમાં રાખેલું એસિડ ગટગટાવી અંતિમ પગલું ભર્યું હતું. બનાવની જાણ થતાં જ તેઓને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ જાવમાં આવેલ હતા. જ્યાં આજે સવારે સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.  પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.