નખત્રાણા ધોરીમાર્ગ પર સર્જાયો ગોઝારો અકસ્માત : પુર ઝડપે આવતી ટ્રકે બાઇકને અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત, એક ઘાયલ

copy image

નખત્રાણા ખાતે આવેલ ધોરીમાર્ગ પર મેળામાં જતી બાઈકને પુર ઝડપે આવતી ટ્રકે અડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક શખ્સનું મોત નીપજયું હતું તેમજ એક ઘાયલ થયો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પરના રામેશ્વર ત્રણ રસ્તા પાસે ગત મોડી રાતના અરસામાં આ ગોઝારો અકસ્માત થયો હતો, જેમાં નખત્રાણાથી રામેશ્વર મેળામાં જતાં બાઈક સવારોને ભુજ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું,  તેમજ બાઈક પર સવાર અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. અકસ્માતની સમગ્ર ઘટના બાઇક પર પાછળ બેઠેલા અન્ય શખ્સનાં મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ગત રાતના અંદાજીત 11.30 વાગ્યાના અરસામાં નખત્રાણાથી રામેશ્વર મેળામાં જતાં બાઈક સવાર યુવકો ગોળાઈ વળતી વખતે સામેથી આવતી ટ્રકની હડફેટે ચડી ગયેલ હતા. ટ્રકની ટક્કર લાગતા બન્ને બાઈક સવાર યુવકો માર્ગ પર પડ્યા હતા. આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.  જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોચી હતી.