અબડાસા ખાતે આવેલ કોશા ગામના 60 વર્ષીય વૃદ્ધનું તળાવમાં ડૂબી જતાં મોત નીપજયું

04_02_2019-water-man_18918362
copy image

અબડાસા ખાતે આવેલ વાયોર નજીક આવેલ કોશા ગામના 60 વર્ષીય વૃદ્ધનું તળાવમાં ડૂબી જતાં મોત નીપજયું  હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર વાયોર નજીક આવેલ કોશા ગામના અસ્થિર મગજના 60 વર્ષીય વૃદ્ધ ઇબ્રાહીમ ઓસમાણ અબડા ગત દિવસે સવારના અરસામાં ગામ નજીક આવેલ તળાવમાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજયું હતું. મળેલ માહિતી મુજબ આ વૃદ્ધ છેલ્લા પંદરેક વર્ષથી માનસિક રીતે અસ્થિરતાની બીમારીથી પીડિત હતા. વૃદ્ધને ગત દિવસે બપોરના અરસામાં તળાવમાંથી બહાર કાઢી નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બાબતે વાયોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી છે.