અંજાર ખાતે આવેલ મેઘપર નજીક ટ્રેનની હડફેટમાં આવી જતાં 28 વર્ષીય  યુવાનનું મોત નીપજયું

copy image

અંજાર ખાતે આવેલ મેઘપર બોરીચી સોનલધામ પુરુષોત્તમનગર પુલ નજીક ટ્રેનની હડફેટે આવી જતાં 28 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું. આ અંગે મળેલ માહિતી અનુસાર મેઘપર બોરીચી સોનલધામ પુરુષોત્તમનગર પુલ નજીક ટ્રેનની હડફેટે આવી જતાં 28 વર્ષીય વિશાલ શિવલાલ ગરવા નામના યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ ગત તા. 24/9નાં બન્યો હતો. મળેલ માહિતી મુજબ આ યુવાન સોનલધામ પુરુષોત્તમનગર પુલિયા નજીક ટ્રેનના પાટા પાસે હતો. તે દરમ્યાન, તેને કોઇ ટ્રેનની ટક્કર લાગતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ  પહોંચતા  યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.