ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં મકાન ખાલી કરાવવા મામલે મહિલાને માર મરાતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળ ગામમાં મકાન ખાલી કરાવવા બાબતે મહિલાને સાવરણા વડે માર મારી તેમના ઉપર બે કૂતરા છૂટા મૂકી દેવાયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે. આ અંગે મળેલ માહિતી અનુસાર અંતરજાળ ગામમાં મકાન ખાલી કરાવવા બાબતે સત્તા પક્ષના અગ્રણી મહિલાએ એક મહિલાને સાવરણા વડે માર મારી તેમના ઉપર બે કૂતરા છૂટા મૂકી દેટા મહિલાને ઇજાઓ પહોંચી હતી. જે બાબતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

 નોધાવેલ ફરિયાદ અનુસાર અંતરજાળ ખાતે આવેલ ઘનશ્યામનગર મકાન નંબર-બેમાં રહેતા અને અન્ય લોકોનાં ઘરે ઘર-કામ કરવા જતા નીલમબેન શંકર બકુત્રા દ્વારા આદિપુરનાં દિવ્યાબા પ્રદીપસિંહ જાડેજા અને અન્ય બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આરોપીએ મારું મકાન ખાલી કેમ કર્યું નથી તેવું કહેતા ફરિયાદીએ બીજું મકાન મળશે તો હું ખાલી કરી દઇશ, બાદમાં ઉશ્કેરાઈ ગયેલ આરોપીએ સવારણીથી માર માર્યો હતો. તેમજ આરોપીએ પોતાના પાળેલા બે કૂતરાં ફરિયાદી ઉપર છૂટા મૂકી દેતાં આ કૂતરાંઓએ ફરિયાદી મહિલાને બચકાં ભરી ઇજાઓ પહોંચાડી હતી. આરોપીએ અરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.