ભુજ ખાતે આવેલ સેડાતા ગામમાં બે શખ્સો દ્વારા એક યુવાન પર છરી તેમજ ધોકા વડે જીવલેણ હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજ ખાતે આવેલ સેડાતા ગામમાં બે શખ્સો દ્વારા એક યુવાન પર છરી તેમજ ધોકા વડે જીવલેણ હુમલો કરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મળેલ માહિતી અનુસાર ભુજ ખાતે આવેલ સેડાતા ગામમાં સવારના અરસામાં બંને આરોપીઓ ફરિયાદી સાહિલ હાસમ આદમ રાઠોડનાં ઘરે ગયેલ હતા અને તેના પિતાજી હાસમ આદમ રાઠોડને ઘરે આવી કહ્યું કે, તમારી દીકરીનાં લગ્ન અમારા ભાઇ સાથે કરવાની શા માટે ના પાડો છો ? આથી હાસમે કહ્યું કે, છોકરો કંઇ કામ-ધંધો નથી કરતો આથી ના પાડી છે. આમ કહેતા બંને ઉશ્કેરાઇ ગાળો બોલી ધોકા તથા છરી વડે માર મારતાં હાસમને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે 108 મારફત ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા આ બંને શખ્સો વિરુદ્ધ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.