પોલીસે ભુજમાથી થયેલ વાહનચોરીનો ભેદ ઉકેલી 1.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો  

પોલીસે ભુજમાથી થયેલ વાહનચોરીનો ભેદ ઉકેલી 1.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજની રામનગરી ખાતે રહેતા ત્રણ શખ્સોએ  સાથે મળી ભુજના જુદા-જુદા વિસ્તારમાંથી ચોરાયેલ ત્રણ વાહન પોતાના કબ્જાના મકાન નજીક આવેલ બાવળની ઝાડીઓમાં છુપાવી રાખેલ છે ઉપરાંત તે વાહનો સગેવગે કરવાની તૈયારીમાં છે, મળેલ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં આ ત્રણેય આરોપીઓ ત્યાં હાજર મળી આવ્યા હતા. પોલીસે વધુ પૂછપરછ કરતાં તેઓએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો. તેમજ એક માસ અગાઉ શેખપીરથી કુકમા તરફ જતા માર્ગ પર એક શખ્સને છરી બતાવી મોબાઈલ ઝૂંટવી લીધો હોવાની બાબત પણ સ્વીકારી હતી. પોલીસે તેમની પાસેથી રૂા. 6700ની રોકડ સહિતનો કુલ 1,79,700નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.