નખત્રાણા ખાતે આવેલ આવેલ સાંઈ જલારામ મંદિરમાથી તસ્કરી થતાં ચકચાર

copy image

નખત્રાણા ખાતે આવેલ આવેલ સાંઈ જલારામ મંદિરમાથી ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા ખાતે આવેલ આવેલ સાંઈ જલારામ મંદિરના તાળાં તોડી તેમાં રહેલી દાનપેટીમાંથી અંદાજિત રૂા. 5 હજારની રોકડની તસ્કરી કરી અમુક ઈશમો નાસી છૂટ્યા હતા. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત ગુરુવારની રાતથી શુક્રવાર સવાર દરમ્યાન કોઈ ચોર ઈસમે નખત્રાણાના આનંદનગરમાં આવેલા સાંઈ જલારામ મંદિરના તાળાં તોડી તેમાં રહેલી દાનપેટીમાંથી અંદાજિત રૂા. 5 હજારની રોકડની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.