દેશીદારૂ ઝડપી પાડવા છાપો મારતા હાથ બનાવટની બે બંદૂક મળી આવી

copy image

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમીયાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉમાં રહેતો રમેશ વેલા કોલી નામનો શખ્સ પોતાના રહેણાક મકાનમાં દેશી દારૂની ભઠી ચલાવી રહ્યો છે. મળેલ  બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટની બે બંદૂક મળી આવી હતી. પોલીસે મળેલ બંદૂક જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.