આદિપુરમાં સામાન્ય બાબતે બે પરિવાર ઝગડયા : સામ સામા પક્ષે નોંધાઈ ફરિયાદ

આદિપુર ખાતે આવેલ આદિસર તળાવ નજીક ડીએઝેડ – 50 માં ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન ખરીદવા મામલે અને પાણીની બાબત ઉપર બે પરિવારના સભ્યો વચ્ચે ઝગડો થયો હતો. આ સામાન્ય બાબતનો ઝગડો હિંસક બની જતાં બે જણને ઇજા પહોંચી છે, આ મામલે સામસામા પક્ષે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આદિપુર એસઇએક્સ-86 બારવાળીમાં રહેતા 52 વર્ષીય અનિલભાઇ સોમદત નાથાણી દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર તા.30/9 ના તેઓ પિતાનું શ્રાધ્ધ હોતાં ગાયોને ઘાસચારો આપવા એક્ટિવા પર નિકળ્યા હતા. તેઓ આદિસર તળાવ નજીક હતા તે દરમીયાન તેમણે આદિપુરના ડીએઝેડ-50 માં ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન ખરીદ્યું હતું. દિલીપ ધનવાણીએ તે વાતનું મનદુ:ખ રાખી તું મને આ મકાન આપી દેવા કહી ગાળો પણ આપેલ હતી, આ દરમીયાન આરોપીએ તેમને નીચે પાડી દીધા હતા, અને મારા મારી કરી ઇજા પહોંચાડી હતી.
તેમજ સામેના પક્ષે દિલીપ રાજનભાઇ ધનવાણી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. તેઓએ આરોપી અનિલ નાથાણી અને મહેન્દ્ર નાથાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ હતી. દિલીપ રાજનભાઇ ધનવાણી દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર પાણીનો વારો હતો છતાં તમે પાઇપ અને વાયરો કેમ કાઢી નાખ્યા છે તેમ કહી ઝગડો કર્યો હતો.