મોટા યક્ષના મેળામા જઈ રહ્યા બાઈક સવાર દંપતી માજીરાઈ ફાટક નજીક અજાણ્યા વાહનની હડફેટે આવી જતાં સર્જાયો ગંભીર અકસ્માત : પતિનું મોત , પત્ની સારવાર હેઠળ

copy image

ભુજ ખાતે આવેલ સુખપરથી નખત્રાણાના મોટા યક્ષના મેળામા જઈ રહ્યા બાઈક સવાર દંપતી માજીરાઈ ફાટક નજીક અજાણ્યા વાહનની હડફેટે આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિનું મોત નીપજયું હતું. નખત્રાણાના મોટા યક્ષના મેળામા જઈ રહ્યા બાઈક સવાર દંપતી માજીરાઈ ફાટક નજીક અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા માર્ગ ઉંપર પટકાયા જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર પ્રકારની ઇજા પામેલા આ દંપતીને  સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં પતિનું મોત નિપજ્યું હતું તેમજ પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.