રસ્તા પર જતાં રિક્ષામાંથી 27000ના દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા

copy image

 પોલસે રસ્તા પર જતી રીક્ષામાથી કુલ કી. 27000નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ અંગે મળેલ માહિતી અનુસાર પારડી પોલીસ ડ્યૂટિ પર હતી તે દરમીયાન ઉદવાડા જતા રસ્તા પર એક રિક્ષાને અટકાવી તલાશી કરવામાં આવતા રિક્ષાના ચાલકની સીટ અને પાછળની સીટ પાસેથી અલગ અલગ પ્રકારની કુલ 126 બોટલ દારૂ જેની કિંમત રૂ 27000નો જથ્થો મળી આવેલ હતો. પોલીસે દારૂ તેમજ રિક્સા સહિત કુલ 72000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ રિક્ષામાં સવાર બંને શખ્સોની ધરપકડ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.