નડિયાદથી દમણ ફરવા ગયેલા પરિવારના સભ્યોને મોતે ભેટો કર્યો : ગેસ્ટહાઉસના બાથરૂમમાં કરંટ લાગતા પિતા-પુત્રના કરૂણ મોત નિપજ્યાં
copy image

સંઘ પ્રદેશ નાની દમણ વિસ્તારમાં આવેલ એક ખાનગી હોટલના બાથરૂમમાં પિતા અને પુત્રને કરંટ લાગતા તેમના મોત થયા હતા. ઘટનાની જાણ દમણ વીજ કંપની અને દમણ વહીવટી તંત્રની ટીમને કરવામાં આવતા તુરંત જ વીજ કંનેક્સન કાપી રાખવામાં આવેલ હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘ પ્રદેશ દમણ સ્થિત નટરાજ ગેસ્ટ હાઉસમાં ગત રવિવારના દિવસે સાંજે 4 વાગ્યાના અરસામાં નડિયાદના શ્રીકાંત મુકેશ વાઘેલા તેમના પરીવાર સાથે નાની દમણની મુલાકાત લેવા આવેલ હતા. તેઓ હોટલના નટરાજ ગેસ્ટ હાઉસના રૂમમાં રોકાયા હતા. 38 વર્ષીય શ્રીકાંત વાઘેલા અને માત્ર 6 વર્ષનો તેમનો પુત્ર સેનોન આ હોટેલના રૂમના બાથરૂમમાં સ્નાન કરી રહ્યા હતા તે દરમીયાન અચાનક વીજ કરંટ લાગતા પિતા-પુત્રના કરૂણ મોત થયા હતા. આ મામલે પોલીસે હોટલ સિલ કરી આગળની વધુ તપાસ તપાસ હાથ ધરી છે.