આણંદ નજીક આવેલ વલાસણમાંથી 44 હજારના મુદ્દામાલ સાથે 11 જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા
copy image

આણંદ નજીક આવેલ વલાસણમાંથી 44 હજારના મુદ્દામાલ સાથે 11 જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આણંદ નજીક આવેલ વલાસણ તાબેના ઢેબાકુવા ગામમાં રહેતો મહેશ ડાહ્યા સોલંકી નામનો શખ્સ પોતાના ઘર નજીક આવેલ જાહેર જગ્યામાં જુગાર રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી 11 જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી 44 હજારનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.