કંડલામાં ગોદામ પાસેથી થયેલ પાઈપની તસ્કરીના ગુનામાં સાત શખ્સ ઝડપાયા
copy image

કંડલામાં ગોદામ પાસેથી થયેલ પાઈપની તસ્કરીના ગુનામાં સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે મળેલ માહિતી અનુસાર કંડલામાં સીડબલ્યુસી ગોદામના વેસ્ટ ગેટ નંબર-1 તરફ જવાના રસ્તાની વચ્ચે રેલવે પાટાની નજીક પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમીયાન બાતમીવાળી ગાડી આવતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી લોખંડના સળિયા નીકળી પડ્યા હતા. ગાડીના ચાલક તેમજ ઝડપાયેલ બે કિશોરની પૂછપરછ કરાતા આ પાઇપ સીડબલ્યુસી પાસેથી ભરી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણેય શખ્સો પાસેથી કુલ કિ. 17,820ના 660 કિલો પાઇપ તેમજ બોલેરો ગાડી અને મોબાઇલ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ કરતાં વધુ ચાર શખ્સોની પોલીસે અટક કરી હતી.